ભરૂચ : ડૉ. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા તરફથી નોટબુક વિતરણ કરાયું

બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા તરફથી સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ

Update: 2021-08-08 12:51 GMT

ભરૂચ જિલ્લામાં કોરોના કાળમાં કેટલાયે લોકો બેરોજગાર બન્યા છે ત્યારે આવા સમયે તેઓના સંતાનોને શિક્ષણમાં કોઈ અગવડતા ન પડે તે માટે બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા તરફથી સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા છેલ્લા ૩૫ વર્ષ ઉપરાંતથી વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને નોટબુક શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહ્યા છે. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ચાલ નજીકના મહાલક્ષ્મી મંદિરે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બામસેફ મંડળના બેચરભાઈ રાઠોડ, સમાજના આગેવાન વિશ્રામભાઇ સોલંકી તથા અન્ય આગેવાનો અને લાભાર્થી વાલીઓ હાજર રહયાં હતાં.

Tags:    

Similar News