ભરૂચ: ઝઘડિયાની વંઠેવાડની પ્રાથમિક શાળામાં આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કસરતના સાધનો અર્પણ કરાયા

Update: 2022-09-28 11:55 GMT

ભરૂચના ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામે પ્રાથમિક શાળા ખાતે ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની તથા આરતી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલા કસરતનાં સાધનોનું અનાવરણ આજરોજ કરવામાં આવ્યું હતું.શાળાએ આવતા બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આરતી ઇન્ડસ્ટ્રીઝ અને આરતી ફાઉન્ડેશન દ્વારા ઝઘડિયા તાલુકાના વંઠેવાડ પ્રાથમિક શાળા અને કદવાલી પ્રાથમિક શાળા ખાતે કસરતના સાધનો આપવામાં આવ્યાં છે.ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ અને આરતી ફાઉન્ડેશન દ્વારા સીએસઆર પ્રવુતિ હેઠળ તાલુકામાં ખેડૂતોને મદદરૂપ થાય તેમજ લોકોને મદદરૂપ થાય એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રસંગે ઝઘડિયા પ્રાંત અધિકારી ડી.એસ બારીયા તેમજ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News