ભરૂચ : હુશેનિયાનગર-2માં પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી નહીં થતાં સ્થાનિકોમાં રોષ..!

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુશેનિયાનગર-2માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતી ડ્રેનેજ લાઈનની પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Update: 2024-02-22 12:51 GMT

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુશેનિયાનગર-2માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતી ડ્રેનેજ લાઈનની પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુશેનિયાનગર-2માં રહેતા સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીના વિસ્તારમાં ગટર લાઇન નહીં બનવાના કારણે સ્થાનિકોને ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેથી સ્થાનિકોએ ગટર લાઈનની માંગ સાથે ભરૂચ નગરપાલિકા કચેરીએ પહોચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, હુશેનિયાનગર-2માં આજદિન સુધી ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી નથી, જ્યારે બીજી ઘણી બધી સોસાયટીઓનમાં ડ્રેનેજ લાઈનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હુશેનિયાનગર-2માં વારંવાર ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતાં ઠેર ઠેર ગંદગીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે હવે પાલિકા દ્વારા વહેલી તકે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags:    

Similar News