ભરૂચ : વાગરાના કલમ ગામે સ્થાનિક ઇસમે પશુ-ખોરાકમાં દવા ભેળવી દેતા 5 બકરાના મોત, પોલીસ ફરિયાદ નોંધાય...

મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાના કલમ ગામના 4 જેટલા લોકોના 4 બકરા અને 1 બકરી મળી 5 પશુના મોત નિપજતા ફરિયાદ નોંધાઈ છે.

Update: 2023-06-20 09:44 GMT

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલમ ગામે મકાનોના વાડામાં બકરાઓ ઘૂસી જતાં હોય, જેથી ગામના જ એક વ્યક્તિએ પશુ ખોરાકમાં દવા ભેળવી 5 બકરાઓને મારી નાખ્યા હોવાની વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાના કલમ ગામના 4 જેટલા લોકોના 4 બકરા અને 1 બકરી મળી 5 પશુના મોત નિપજતા ફરિયાદ નોંધાઈ છે. વાગરા પોલીસમાંથી મળતી વિગત અનુસાર, કલમ ગામના સરફરાજ હસન મુસા પટેલે ફરિયાદ લખાવતા પોતાના 2 સહિત અન્ય 3 લોકોના 3 બકરા અને બકરીના મોત ગામના જ એક વ્યક્તિએ પશુ ખોરાક એટલે કે, ભૂસુંમાં દવા ભેળવી મારી નાખ્યાના લોકોએ આરોપ લગાવ્યા છે. ફરિયાદી સરફરાજ હસન પટેલના 2 બકરા, સુમન અશોક રાઠોડનો 1 બકરો, ધણિ બગુ રાઠોડનો 1 બકરો અને ભીખી બેનની એક બકરી સહિત 5 પશુઓના મૃત્યુ થયા છે. આ પાંચેય પશુઓએ દવાવાળો ખોરાક ખાઈ લેતા મોત નિપજ્યાંનુ કારણ દર્શવાયું છે. જેમાં ગામના જ ઇસમે વાડામાં બકરાઓ ચરવા માટે ઘૂસી જતાં હોય જેથી તેણે ઈરાદાપૂર્વક ખોરાકમાં ઝેરી દવા ભેળવી દીધો હોવાનો આરોપ લાગ્યો છે, ત્યારે હાલ તો વાગરા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News