ભરૂચ : આમોદના કોલવણા ગામે મધમાખી ઉડતા 7 લોકો થયા ડંખથી ઇજાગ્રસ્ત, સાવરવાર હેઠળ ખસેડાયા...

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામ ખાતે મધમાખી ઉડતા 3 બાળકો સહિત 7 લોકો ડંખથી ઇજાગ્રસ્ત થયા હતા,

Update: 2024-02-17 07:06 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામ ખાતે મધમાખી ઉડતા 3 બાળકો સહિત 7 લોકો ડંખથી ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગત અનુસાર, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવતા વાગરા નજીકના કોલવણા ગામ ખાતે JCBની મદદથી ભાયખાની વાડીની સાફ-સફાઈ કરવામાં આવી રહી હતી. તે દરમ્યાન વાડીમાં જામેલ મધપૂડો છંછેડાતા મધમાખીઓ ઉડવા લાગતા હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી, જ્યાં મધમાખીઓ એક જ પરિવારના 3 બાળકો અને 4 વ્યક્તિને મળી કુલ 7 જેટલા લોકોને કરડી જતા તમામ લોકો ઘાયલ થયા હતા. 3 બાળકો સહિત 7 વ્યક્તિઓને સૌપ્રથમ વાગરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ ખસેડવાની ફરજ પડી હતી.

Tags:    

Similar News