ભરૂચ: આત્મીય સંસ્કારધામમાં સભા સત્સંગની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવાનો મામલો, હરિ ભકતો કલેક્ટર કચેરી બહાર ઉપવાસ આંદોલન પર ઉતર્યા

યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ પરિવારના હરીભક્તોને સભા ધૂન અને સત્સંગનો પ્રવૃત્તિ કરતા રોકવામાં આવતા હરિભક્તોએ જિલ્લા કલેકટરના દરબારમાં પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું

Update: 2023-06-17 10:59 GMT

ભરૂચના આત્મીય સંસ્કાર ધામમાં સભા સત્સંગની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવાના મામલે યોગી ડિવાઇન હરિપ્રબોધ સ્વામીના ભક્તોના દ્વારા તંત્ર તરફથી આંદોલનની પરવાનગી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી રોજ ત્રણ ભક્તો કલેક્ટર કચેરી ગેટની બહાર પરવાનગી માંગણી સાથે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા

આત્મીય સંસ્કારધામ ભરૂચ ખાતે યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ પરિવારના હરીભક્તોને સભા ધૂન અને સત્સંગનો પ્રવૃત્તિ કરતા રોકવામાં આવતા હરિભક્તોએ જિલ્લા કલેકટરના દરબારમાં પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેનું કોઈ પરિણામ ન આવતા આવનારા સમયમાં આંદોલનની ચીમકી ભક્તો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી તે બાબતે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા મંજૂરી ન અપાતા આખરે આજરોજ યોગી ડિવાઇન હરિપ્રબોધ સ્વામીના ભક્તોના દ્વારા તંત્ર તરફથી આંદોલનની પરવાનગી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી રોજ ત્રણ ભક્તો કલેક્ટર કચેરી ગેટની બહાર પરવાનગી માંગણી સાથે ગાંધી ચીંધ્યા માર્ગે અપવાસ આંદોલન પર ઉતર્યા હતા

Tags:    

Similar News