ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થિનીએ સ્કુલ ગેમ્સ કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મધ્યપ્રદેશના જબલપૂર ખાતે યોજાયેલ સ્કુલ ગેમ્સ કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી શાળા તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે

Update: 2022-06-08 12:18 GMT

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મધ્યપ્રદેશના જબલપૂર ખાતે યોજાયેલ સ્કુલ ગેમ્સ કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી શાળા તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે

મધ્યપ્રદેશના જબલપુરના કલેક્ટર અને જબલપુર સરકાર દ્વારા આયોજિત રાનીતાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જબલપુર ખાતે યોજાયેલી નેશનલ સ્કૂલ ગેમ્સ કરાટે ચેમ્પિયનશિપમાં ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ધ્વની મકવાણાએ અંડર 14 +50 વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.ભારત સરકારના બેનર હેઠળ સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત શાળાઓની આ સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ છે.આ અગાઉ કડી મહેસાણા ખાતે યોજાયેલી સ્ટેટ KMK કરાટે ચેમ્પિયનશિપ અને જિલ્લા ખેલ મહાકુભ ચેમ્પિયનશિપમાં ધ્વનિએ ગોલ્ડ મેડલજીત્યો હતો.ધ્વનિએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કેમ્પમાં હાજરી આપી હતી અને નેશનલ ચેમ્પિયનશીપ માટે પસંદગી પણ પામી છે

Tags:    

Similar News