ભરૂચ : જૈનાચાર્ય પૂ. વિક્રમસૂરીશ્વરજી મહારાજની 37મી પુણ્યતિથિ, શ્રીમાળી પોળ-જિનાલય ખાતે ભક્તો ઉમટ્યા

જૈનાચાર્ય ભરૂચ તીર્થોદ્ધારક પૂ. ગુરૂદેવ વિક્રમસૂરીશ્વરજીએ સમસ્ત દેશોમાં ભ્રમણ કરી નૈતિક, આધ્યાત્મિક મૂલ્યોની આહલેક જગાવી હતી.

Update: 2023-11-13 10:43 GMT

ભરૂચ શહેરના શ્રીમાળી પોળ સ્થિત ‘શકુનિકા વિહાર' જિનાલય ખાતે જૈનાચાર્ય પૂ. વિક્રમસૂરીશ્વરજી મહારાજની 37મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


જૈનાચાર્ય ભરૂચ તીર્થોદ્ધારક પૂ. ગુરૂદેવ વિક્રમસૂરીશ્વરજીએ સમસ્ત દેશોમાં ભ્રમણ કરી નૈતિક, આધ્યાત્મિક મૂલ્યોની આહલેક જગાવી હતી. તેમના લગભગ 250થી 300 સાધુ-સાધ્વી, ભગવંતો દેશભરમાં તેમની પુણ્યતિથિની ઉજવણી થઈ રહી છે. તેઓએ અમદાવાદના શાંતિનગરમાં સમાધિ લીધી હતી ત્યારે આજે તેઓની પુણ્યતિથિ નિમિત્તે ગુણાનુવાદ સાથે હજારો ભક્તોએ સમાધિ સ્થળે દર્શન કર્યા હતા. તો બીજી તરફ, ભરૂચ શહેરના શ્રીમાળી પોળ ખાતે આવેલા ‘શકુનિકા વિહાર' જિનાલયમાં તેઓની પ્રતિમા બિરાજમાન છે. તેઓના ગુણાનુવાદ શ્રીમાળી પોળ ઉપાશ્રયમાં પૂ. ગચ્છાધિપતિ ગુરૂદેવ પૂ. આચાર્યદેવ રાજ્યશસૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં કરી હતી. શ્રીમાળી પોળ જિનાલય ખાતે તેમની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જૈન મહાસંઘ દ્વારા આચાર્ય દેવ વીતરાગયશ સૂરીશ્વરજી મહારાજ,આચાર્ય વીરયશ સૂરીશ્વરજી મહારાજ,ઉપાચાર્ય વિશ્રુતયશ વિજયજી મહારાજ સાહેબ ગુણાનુવાદ સાથે સાધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ ભક્તિ કરી હતી.

Tags:    

Similar News