ભરૂચ : આમોદ તાલુકાના ખેડૂતોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કૃષિલક્ષી સાધનો અર્પણ કર્યા...

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ખેડૂતોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.

Update: 2024-01-02 11:59 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ખેડૂતોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.

ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા રૂ. 27.42 લાખની સબસિડી આપવામાં આવી રહી છે, ત્યારે ભાજપની ડબલ એન્જિનની સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તેવા હિતકારી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે. જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિવિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર સ્થિત હઠીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં આજંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે 93 ખેડૂતોને કલ્ટીવેટર, પ્લાઉ, થ્રેસર અને રોટાવેટર સહિતના સાધનો અર્પણ કરવા સાથે સબસિડીના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી દીપક ચૌહાણ, પુરસા ગામના ભાજપના આગેવાન ભૂપેન્દ્રસિંહ ગોહિલ, વિસ્તરણ અધિકારી કનુ પઢીયાર, ધવલસિંહ રાજ, ગ્રામસેવકો સહિત મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News