ભરૂચ: ઝઘડીયા પોલીસે દધેડા ગામેથી બોગસ તબીબની કરી ધરપકડ

ઝઘડીયાતાલુકાના દધેડા ગામે આવેલ એક દવાખાનામાં કથિત બોગસ ડોક્ટર દવાખાનું ચલાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી.

Update: 2022-03-13 10:45 GMT

ઝઘડીયાતાલુકાના દધેડા ગામે આવેલ એક દવાખાનામાં કથિત બોગસ ડોક્ટર દવાખાનું ચલાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે મળેલી બાતમી આધારે સ્થળે જઇને તપાસ હાથ ધરી હતી સ્થળ પર દવાખાનામાં એક ઈસમ ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતો નજરે પડ્યો હતો. પોલીસ તપાસમાં તેનું નામ સમલ સુશાંતા સતિષ બિસ્વાસ હોવાનું જણવા મળ્યું હતું, આ વ્યક્તિ મુળ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાનો રહીશ અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું હતું.

ઝડપાયેલ વ્યક્તિ ઇન્ડિયન કાઉન્સિલ પેરા મેડિકલના જોન એસોસિયેશન કોલકાતા આધારે માત્ર દવાજ આપી શકે છે તેમ છતાં મેડિકલ ડોક્ટરની ડિગ્રી કે સર્ટિફિકેટ વિના માત્ર અનુમાન અને અનુભવના આધારે જુદા જુદા દર્દીઓને ગેરકાયદેસર રીતે એલોપેથીક દવા તથા ઇન્જેક્શનો આપી સારવાર કરતો હતો.પોલીસને દવાખાનામાંથી વિવિધ દવા, ઇન્જેક્શનો તેમજ દવાખાનાને લગતો અન્ય સામાન મળી આવ્યો હતો. ઝઘડીયા પોલીસે દધેડા ગામે મેડિકલ પ્રેક્ટિસ કરતા આ બોગસ ડોક્ટર સમલ સુશાંતા સતિષ બિસ્વાસ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Tags:    

Similar News