ભરૂચ: કલરવ શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરાયા દિવડા, જુઓ તમે કઈ રીતે થઈ શકો છો આ બાળકોને મદદરૂપ

પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી, કલરવ શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા દિવડા

Update: 2022-10-12 09:53 GMT

ભરૂચમાં માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે બાળકોએ દીપાવલી પર્વ નિમિતે દિવડા તૈયાર કર્યા છે. આ દિવડાઓના વેચાણ થકી બાળકો સારી રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Full View

માનસિક દિવ્યાંગ બાળકો માટે ભરૂચની કલરવ સંસ્થા આશીર્વાદ રૂપ સમાન છે.અહીં બાળકોને જીવન ઉપયોગી જ્ઞાન આપવા સાથે તેવો આર્થિક રીતે પણ પોતાની રીતે આત્મ નિર્ભર બની શકે તે માટે અહીંના બાળકોને ફાઈલ,બાજ પડીયા, અગરબત્તી,દિવાળીના રંગબેરંગી કોડિયા વિગેરે બનાવવાનું પણ શીખવાડવામાં આવે છે.પ્રકાશ પર્વ દીપાવલીના તહેવાર પૂર્વે અહીંના બાળકો આકર્ષક દિવડાઓ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે.બાળકો દ્વારા વિવિધ પ્રકારના કલાત્મક દિવડા તૈયાર કરવા આવ્યા છે.પોતાની આગવી સૂઝબૂઝથી આ દિવડા બાળકોએ જાતે જ તૈયાર કર્યા છે.

આ દીવડાઓના વેચાણ કરી દરેક બાળકોને દિવાળીની ઉજવણી માટે ફટાકડા અને મીઠાઈની ભેટ આપવામાં આવશે તેથી આ બાળકો પણ અત્યંત રોમાચિત થઈ તેમના દીવડાઓના ખરીદવા આવતા લોકોની રાહ જુએ છે.

Tags:    

Similar News