ભરૂચ: વૈદિક હોળી પ્રગટાવો, પર્યાવરણના જતન સાથે ગૌ સેવાના પુણ્યનું ભાથુ પણ બાંધો.

આગામી દિવસોમાં હોળીનો તહેવારમાં ઠેર ઠેર હોળી દહનનો કાર્યક્રમ યોજાશે ત્યારે ભરૂચમાં વૈદિક હોળીનો પ્રયોગ કરવામાં આવશે.

Update: 2024-03-20 06:13 GMT

આગામી દિવસોમાં હોળીનો તહેવારમાં ઠેર ઠેર હોળી દહનનો કાર્યક્રમ યોજાશે ત્યારે ભરૂચમાં વૈદિક હોળીનો પ્રયોગ કરવામાં આવશે. લાકડાના સ્થાને ગાયના છાણમાંથી બનેલ સ્ટિકથી હોળી પ્રગટાવાશે જેનાથી વાતાવરણ શુધ્ધ બનશે

પર્યાવરણ જાળવણી ના ઉદ્રેશ્ય સાથે કાર્યરત સત્ ચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા છ વર્ષથી ભરૂચમાં વૈદિક હોળી માટે કામ કરે છે.સંસ્થા દ્વારા વૈદિક હોળી માટે ૧૦૦ કિલો ગોબર કાષ્ઠ,૫૦ નંગ છાણાં તથા ૧ કિલો હવન સામગ્રી 2000 રૂપિયાના પડતર ભાવે પૂરી પાડવામાં આવે છે. આ ગોબર કાષ્ઠ તરછોડી દીધેલી ગાયોના નિભાવ કરતા પંચમહાલના વનવાસી ભાઈઓની પાંજરાપોળમાં બનાવવામાં આવે છે. વૈદિક હોળી દ્વારા લાકડાનો ઉપયોગ અટકતા પર્યાવરણની જાળવણી થાય તથા ગૌસેવાનું કાર્ય થાય છે.હોળી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પર્યાવરણ જાળવણીના આ પ્રયાસ રૂપે વૈદિક હોળી કીટનુ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે .જે માટે 150 જેટલી સોસાયટીઓનાં હોળી આયોજકો પોતાનો ઓર્ડર નોંધાવી ચૂક્યા છે.આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ દિલીપસિંહ રાજ, સંકેત પટેલ,નીતિનભાઈ પટેલ, પ્રભાતભાઈ, રાજેશભાઈ, સતિષભાઈ, બ્રિજેશભાઈ તથા દરેક કાર્યકર સતત કાર્યરત છે. આમ પરંપરાગત હોલીકા દહન માટેના લાકડાના ઉપયોગ ને બદલે હવે વૈદિક હોલીકા દહનનો ઝોક વધી રહ્યો છે પણ શ્રદ્ધામાં કોઈ ઓટ જણાતી નથી

Tags:    

Similar News