ભરૂચ : નબીપુરની સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે સર્જીકલ કેમ્પ યોજાયો, લાભાર્થીઓએ લાભ લીધો

નબીપુર ખાતે સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ-નબીપુર દ્વારા સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Update: 2024-02-11 09:18 GMT

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ-નબીપુર દ્વારા સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે ફ્રી સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેટને લગતી તમામ સમસ્યાઓનું નિદાન જિલ્લાની નામાંકિત હોસ્પિટલોમાંની એક સરદાર પટેલ હોસ્પિટલ-અંકલેશ્વરના ખ્યાતનામ કાર્ડિયોલોજિસ્ટ ડો. જયવીરસિંહ અટોદરિયા, કલ્પેશ વડોદરીઆ, MS તથા તેમના સહાયક તબીબોએ દર્દીઓને તપાસી યોગ્ય દવા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓની તપાસ દરમ્યાન જરૂર પડે તેવા દર્દીઓને વિનામુલ્યે ECG સહિત અન્ય ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ સેવાનો મોટી સંખ્યામાં નબીપુર અને આજુબાજુના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો. નબીપુર હોસ્પિટલના સંચાલકોએ કેમ્પ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી. તબીબ જયવીરસિંહ અટોદરિયાએ કેમ્પના સફળ આયોજન બદલ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News