ભરૂચ: વાલિયામાં કમળા માતાજીનાં મંદિરે નવરાત્રી પર્વની ઉજવણી, મોટીસંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘુમી માતાજીની કરી આરાધના

વાલિયા ગામના પૌરાણિક કમળા માતાજી મંદિર ખાતે નવરાત્રી પર્વની આઠમ નિમિત્તે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

Update: 2022-10-04 06:53 GMT

ભરૂચના વાલિયા ગામના પૌરાણિક કમળા માતાજી મંદિર ખાતે નવરાત્રી પર્વની આઠમ નિમિત્તે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

ભરૂચના વાલિયા ગામના કમળા માતાજી મહોત્સવ સમિતિ દ્વારા ગામના પૌરાણિક કમળા માતાજી મંદિર ખાતે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવાં આવી છે કમળા માતાજી મહોત્સવ સમિતિના સુરેશભાઈ સુણવા,નરેન્દ્રભાઈ બારડ સહિતના સભ્યો દ્વારા ગ્રામજનોના સંયોગથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.નવરાત્રીની આઠમ નિમિત્તે કમળા માતાજીના મંદિરે હવન,મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જે મહા આરતીના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા,તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,યુવા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણીયા,કિરણ વસાવા તેમજ ગ્રામજનોએ માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને આઠમના ગરબે ઝૂમી માતાજીની આરાધનામાં લિન બન્યા હતા.

Tags:    

Similar News