ભરૂચ : PM મોદીના જન્મદિને સ્વસહાય જૂથો-સખી મંડળોને રૂ. 23 લાખથી વધુની રકમના ચેક અર્પણ કરાયા

Update: 2022-09-17 14:07 GMT

ભરૂચ જિલ્લાની લાઈવલીહુડ પ્રોમોશન કંપની અને જિલ્લા ગ્રામ એજન્સી ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજિત 'વિશ્વાસથી વિકાસ યાત્રા'ના કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથો તથા જિલ્લાના વિવિધ સખી મંડળને રૂ. 243 લાખથી વધુની રકમના સહાય ચેક વિતરણ કરાયુ હતુ.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જિલ્લા વતી તેમને શુભકામનાઓ પાઠવતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે પ્રાસંગિક પ્રવચન જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનમાં મહિલાઓના સર્વાંગી વિકાસમાં અનેકવિધ યોજનાઓ અમલમાં મુકાય છે. જેના પગલે હાલમાં રાજ્ય સરકાર પણ આ યોજનાઓનો 100 ટકા લાભ લોકો સુધી આપવા અથાક પ્રયત્નો કરી રહી છે. આ ઉપરાંત મહિલાના ઉત્થાન માટેની યોજનાઓ માટે પણ જાગૃતિ કેળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News