ભરૂચ:દૂધધારા ડેરીના ચેરમેન તરીકે પુન:એકવાર ઘનશ્યામ પટેલની બિનહરીફ વરણી

ઘનશ્યામ પટેલ વર્ષ ૨૦૦૭-૦૮માં તેઓ દુધધારા ડેરીના પ્રથમ વખત નિયુક્ત થયા હતા. ત્યારથી તેઓ સતત ડેરીમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્યા છે.

Update: 2023-02-24 13:28 GMT

ભરૂચની દુધધારા ડેરીમાં સતત પાંચમી વખત ઘનશ્યામ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ભરૂચની દૂધધારા ડેરીમાં પ્રમુખ તરીકેની ચૂંટણી જિલ્લાના પ્રાંત અધિકારી યુ.એન.જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને મહામંત્રી ફતેસિંગ ગોહિલની હાજરીમાં ડેરીના પ્રમુખ તરીકે સર્વાનુમતે ઘનશ્યામ પટેલની સતત પાંચમી વખત બિનહરીફ વરણી થતા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ તેમને વધાવી લીધા હતા.

Full View

ઘનશ્યામભાઈ પટેલ સહકારી અને રાજકીય ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવે છે. નર્મદા જિલ્લાની ધારીખેડા સુગરમાં તેઓ છેલ્લા ૩૦ વર્ષથી તેઓ નેતૃવ કરે છે.નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેનો કાર્યભાર સાંભળતા ઘનશ્યામ પટેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. વર્ષ ૨૦૦૭-૦૮માં તેઓ દુધધારા ડેરીના પ્રથમ વખત નિયુક્ત થયા હતા. ત્યારથી તેઓ સતત ડેરીમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્યા છે.

Tags:    

Similar News