ભરૂચ: રમઝાન માસ અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે પ્રાથમિક સુવિધાઓ આપવા વિપક્ષ કોંગ્રેસની માંગ,ચીફ ઓફિસરને કરાય રજૂઆત

પવિત્ર રમજાન માસ અને ચૈત્ર નવરાત્રીના ધાર્મિક તહેવાર દરમિયાન ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ

Update: 2022-04-04 10:17 GMT

પવિત્ર રમજાન માસ અને ચૈત્ર નવરાત્રીના ધાર્મિક તહેવાર દરમિયાન ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ સાથે વિપક્ષના સભ્યોએ નગર સેવા સદનના મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી પવિત્ર રમજાન માસ અને ચૈત્રી નવરાત્રીના ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે.ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખી શહેરના તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ ઉપર તંત્ર ધ્યાન આપે અને તેનું નિરાકરણ લાવે તેવી માંગ સાથે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના સભ્યોએ આજે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

વિપક્ષના સભ્યોએ આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ભરૂચ શહેરના તમામ વોર્ડ તેમજ મુખ્ય માર્ગ પર નિયમિત સાફ સફાઈ કરી ડી.ડી.ટી પાઉડરનો ઉપયોગ કરવામાં આવે તેમજ શહેરની ખૂલ્લી ગટરોની સાફ સફાઈ કરવામાં આવે સાથે જ ઉનાળાની ઋતુમાં જે વિસ્તારોમાં પાણી પુરવઠો ફોર્સથી નથી મળતો તે સમસ્યાને દૂર કરવામાં આવે. શહેરની સ્ટ્રીટ લાઈટો બંધ છે તે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી છે

Tags:    

Similar News