ભરૂચ: બકરી ઈદના તહેવાર પર ગૌવંશના કતલ પર રોક લગાવવાની માંગ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા પાઠવાયુ આવેદનપત્ર

ભરૂચ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા બકરી ઈદના તહેવારને લઈ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ

Update: 2023-06-28 10:45 GMT

ભરૂચ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા બકરી ઈદના તહેવારને લઈ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ

અખિલ ભારતીય મહાસભા દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે આવનાર બકરી ઇદના તહેવારમાં ગૌવંશ સહિતના પશુઓની ગેરકાયદેસર હેરાફેરી, કતલ માટે પશુઓના જાહેર રસ્તાઓ ઉપર વેચાણની પ્રવૃતિ તેમજ દુકાનોમાં, રહેણાંકના મકાનોમાં, ફ્લેટોમાં સોસાયટીઓમાં, જાહેર રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ ચાલતી ગેરકાયદેસર કતલની પ્રવૃતિઓના કારણે જાહેર સુલેહ - શાંતીનો ભંગ થાય તેવી પણ શક્યતાઓ છે.જેથી વિવિધ કાયદાઓની જોગવાઇ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આવી પ્રવૃત્તિ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે

Tags:    

Similar News