ભરૂચ: SP ડો.લીના પાટીલનો સપાટો, 20 પોલીસકર્મચારીની સાગમટે હેડક્વાટર ખાતે બદલી

20 પોલીસ કર્મચારીઓની હેડ કવાટર્સમાં બદલી કરી દેવામાં આવી છે જેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે

Update: 2022-04-12 12:08 GMT

ભરુચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલની નિયુક્તિ કરવામાં આવી છે. નિયુક્તિના એક જ અઠવાડીયામાં તેઓએ ગેરકાયદેસર પ્રવુર્ત્તિ કરતાં તત્વો પર ગાજ વરસાવી છે. દારૂ જુગારના અડ્ડાઓ પર તવાય બોલાવ્યા બાદ હવે તેઓએ પોલીસ કર્મચારીઓની બદલીનો ગંજીપો ચિપ્યો છે જેમાં 20 કર્મચારીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ભરૂચ એ, બી, સી ડિવિઝન, અંકલેશ્વર GIDC, દહેજ મરીન, રાજપારડી, આમોદ, હાંસોટ, જિલ્લા ટ્રાફિક અને પેરોલ ફ્લો સ્કવોર્ડમાં હાલ ફરજ બજાવતા 20 પોલીસ કર્મચારીઓની હેડ કવાટર્સમાં બદલી કરી દેવામાં આવી છે જેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે

Tags:    

Similar News