ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી

Update: 2024-01-26 10:45 GMT

૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ના૭૫મા પ્રજાસત્તાક દિવસ, ભરૂચ જિલ્લાની એકમાત્ર અને બહોળી પ્રસિદ્ધિ ધરાવતી નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ભૃગુ બોયઝ હોસ્ટેલના પટાંગણમાં કોલેજના પ્રિન્સિપાલ, ડો. ડી.ડી. પટેલની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સિલના સભ્યશ્રી, ડો. જે.જી. પટેલ, પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા, ડો. કે.વી. વાડોદરિયા તેમજ કોલેજના અધિકારીગણ, નિવૃત કર્મચારીગણ અને વિદ્યાર્થીગણ સર્વે હાજર રહ્યા હતાં. પ્રમુખસ્થાનેથી ઉદ્દબોધન કરતાં પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું જે Nation First, Character Must મુજબની જીવનશૈલી અપનાવવી જોઈએ. વધુમાં તે પણ જણાવ્યું હતું કે નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ, ડો. ઝેડ.પી. પટેલનાં માર્ગદર્શનમાં એગ્રીકલ્ચર કોલેજ, ભરૂચ ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે અને આગળ પણ વધુમાં વધુ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિઓ સુદઢ બનાવીને વિદ્યાર્થીઓ અને ખેડુતો સુધી પહોંચાડવા કટિબદ્ધ છીએ.

Tags:    

Similar News