ભરૂચ : રોટરી કલબ નર્મદા નગરી દ્ધારા આંખોની સારવાર માટે લાખોના મેડીકલ સાધનો નિકોરાની સંસ્થાને કરાયા અર્પણ

રોટરી કલબ ભરૂચ નર્મદા નગરી દ્ધારા નિકોરા ગામે આવેલ ધ્યાની ધામ મેડિકલ સેન્ટર ને આંખો ની સારવાર અર્થે લાખો રૂપિયાના અતિ આધુનિક મશીનો અર્પર્ણ કર્યા હતા.

Update: 2022-04-16 07:26 GMT

રોટરી કલબ ભરૂચ નર્મદા નગરી દ્ધારા નિકોરા ગામે આવેલ ધ્યાની ધામ મેડિકલ સેન્ટર ને આંખો ની સારવાર અર્થે લાખો રૂપિયાના અતિ આધુનિક મશીનો અર્પર્ણ કર્યા હતા.ગવર્નર સંતોષ પ્રધાન ના હસ્તે મેડીકલ મશીનો નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.જેને પગલે આસપાસ ના ગામડા ના લોકોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.રોટરી કલબ ભરૂચ નર્મદા નગરી એ સમાજ ની ચિંતા કરનારી સંસ્થા છે.

સંસ્થા મુખ્યત્વે આરોગ્ય,શિક્ષણ તેમજ સમાજ ના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા માટે સતત કાર્ય કરી રહી છે.જેના ભાગરૂપે રોટરી કલબ ભરૂચ નર્મદા નગરી એ લોકોના જીવનમાં ઉજાસ પેદા થાય અને તેઓ વિશ્વને પોતાની નજરે થી જુએ એ બાબત ને ધ્યાને લઇ ભરૂચ ના નિકોરા ગામે આવેલ ધ્યાની ધામ મેડીકલ સેન્ટર ને અતિ આધુનિક મેડીકલ સાધનો આપી સરાહનીય કાર્ય કર્યું હતુ.આંખ ના ઓપરેશન માં મદદરૂપ ઓસીટી મશીન તેમજ વિઝ્યુલ ફિલ્ડ એનાલાઈઝર મશીન નું લોકાર્પણ રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ ના ગવર્નર સંતોષ પ્રધાન ના હસ્તે કરવામાં આવ્યુ હતુ.આ પ્રોજેકટ રોટરી ગ્લોબલ ગ્રાન્ટ ના સહયોગ થી ૩૫ લાખના મેડીકલ સાધનો ની મહામૂલી સહાય કરવામાં આવી હતી.જેમાં રોટરી ફાઉન્ડેશન,રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદા નગરી માતૃશ્રી ઇલાબેન શેઠ ફેમિલી તરફથી પંદર હજાર યુ.એસ. ડોલર આપવામાં આવ્યા હતા.

જ્યારે રોટરી ડિસ્ટ્રીકટ ૭૪૯૦ યુ.એસ.એ. તેમજ રોટરી ડિસ્ટ્રીકટ ૬૪૦૦ લાસેલા કેન્ટીનિયલ કેનેડા એ પણ ૩૧૫૦૦/- યુ.એસ. ડોલર ની સહાય આપવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે નિકોરાની સંસ્થા દ્વારા હાલમાં પણ નજીવા દરે આંખના ઓપરેશન થઈ રહ્યા છે.અતિ આધુનિક મેડીકલ સાધનો મળતા આંખોની વિસ્તૃત તપાસ થઈ શકશે.જેનો લાભ આસપાસ ના અનેક ગામના લોકોને મળશે.આ તબક્કે કલબ અને નિકોરાની સંસ્થા એ મદદરૂપ બનનારા મયુરભાઈ શેઠ અને પરાગભાઈ શેઠ નું સ્મૃતિ ચિન્હ આપી આભાર માન્યો હતો.આ પ્રસંગે ડિસ્ટ્રીકટ ચેરમેન એન્ડોરમેન્ટ એન્ડ મેજર ગીફટ ના રોટરીયન મનીષ શ્રોફ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.રોટરી કલબ નર્મદા નગરી ના પ્રમુખ નિર્મલસિંહ યાદવે દાતા પરિવાર તેમજ રોટરી ફાઉન્ડેશન નો આભાર માન્યો હતો.આ પ્રસંગે રોટરી અંકલેશ્વર ના પ્રમુખ જીજ્ઞેશભાઈ,ટ્રસ્ટ ના મહેન્દ્રભાઈ ટેકચંદાની,આશિષભાઈ ગજ્જર,અંકુરભાઈ તેમજ રોટરીના પૂર્વ પ્રમુખ પ્રવીણદાન ગઢવી અને સતીષભાઈ મેહતા તેમજ કલબ ના સભ્યો હાજર રહ્યા હતા.

Tags:    

Similar News