ભરૂચ: અંકલેશ્વરમાંથી SOG પોલીસે શંકાસ્પદ કેમિકલ પાઉડર સાથે 3 આરોપીની કરી ધરપકડ,રૂ. 20.93 લાખનો મુદ્દામાલ જપ્ત

એસોજી પોલીસ મથકનો સ્ટાફ એટીએસ ચાર્ટર્ડ મુજબની કામગીરીના પેટ્રોલિંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી

Update: 2023-08-13 10:48 GMT

ભરૂચ એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વરની ફિકોમ ચોકડી પાસેથી શંકાસ્પદ કેમિકલ પાઉડર અને જંતુનાશક દવા ભરેલ પીકઅપ સહિત ઇક્કો કાર સાથે ત્રણ ઇસમોને રૂપિયા 20.93 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એસોજી પોલીસ મથકનો સ્ટાફ એટીએસ ચાર્ટર્ડ મુજબની કામગીરીના પેટ્રોલિંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બે વાહનો એકમ ચોકડી આગળ વજન કાંટા પાસે પાર્ક કર્યા છે જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે એક કારમાંથી જંતુનાશક દવાનો પાવડર કબજે કર્યો હતો જ્યારે પીકઅપ ટેમ્પો માંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો કબજે કર્યો હતો અને GIDCના ગોલ્ડન પોઇન્ટ ખાતે રહેતો ટેમ્પો ચાલક ધવલ નાનજીભાઈ પાઘડાર પાસે આધાર પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે તેની અટકાયત કરી હતી. જ્યારે ઇક્કો કારમાં રહેલ જંતુનાશક દવાનો જથ્થો મળી 23 હજારની દવા મળી કુલ 20.93 લાખનો મુદ્દામાલ કબ્જે કરી મહારાષ્ટ્રના પંકજ નાગોભાઈ મગરે અને રામ સાગર યાદવને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News