ભરૂચ:દક્ષિણ ગુજરાતના સહ પ્રભારી ઉષા નાયડુએ કોંગ્રેસના હોદ્દેદારો સાથે કરી બેઠક

આજરોજ AICC ના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના સહ પ્રભારી ઉષા નાયડુએ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય પર આગેવાનો સાથે બેઠક કરી સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

Update: 2023-09-12 08:41 GMT

લોકસભાની ચૂંટણી માટે ચર્ચાનું કેન્દ્ર બનેલી ભરૂચ બેઠક પર જીત હાંસિલ કરવા કોંગ્રેસે કમર કસી છે. આજરોજ AICC ના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના સહ પ્રભારી ઉષા નાયડુએ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય પર આગેવાનો સાથે બેઠક કરી સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

એક સમયે કોંગ્રેસનું ગઢ ગણાતી કોંગ્રેસ બેઠક પર ૩ દાયકાથી ભાજપે પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું છે. હાલમાં પણ આ બેઠક દાવેદારી માટે સ્વ અહમદ પટેલના પુત્રી મુમતાઝબેન પટેલે ઈચ્છા વ્યક્ત કરી છે. આ સાથે જો ઇન્ડિયા ગઠબંધનમાં વિચારવિમર્શ થાય તો આ બેઠક AAP ના ચૈતર વસાવા પણ મેદાનમાં ઉતરી શકે છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના સહ પ્રભારી ઉષા નાયડુ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય પર આવી પહોંચ્યા હતા તેમણે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે વાર્તાલાપ કરી ભરૂચ બેઠકનું સમીકરણ સમજી આ બેઠક જીતવા એક સંપ થઈ લડવા અને સંગઠનને મજબૂત બનાવવા તાકીદ કરી હતી. કેન્દ્ર સરકારની ખામીઓ અને તેમની નિષ્ફળતાઓ લોકો સુધી પહોચાડવા તેમજ પાછલી ચૂંટણીઓમાં જે કચાસ અને ખામીઓ રહી ગઈ હોય તેને દૂર કરી આગામી ચૂંટણીમાં ભરૂચ સહિત ગુજરાતની અન્ય બેઠકો જીતવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરીમલસિંહ રણા, પ્રભારી કાશ્મીરાબેન મુન્શી, સંદીપ માંગરોલા, યુનુસ અમદાવાદી, શકીલ અકુજી, સમશાદ અલી સૈયદ,નાઝુ ફડવાલા, રાજેન્દ્રસિંહ રણા, જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News