ભરૂચ : વેડચ-ઉબેર માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીમાં એસટી. બસ ફસાઇ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા...

ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જંબુસર તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે રોડા ઉપર પાણી ફરી વળ્યા છે.

Update: 2023-07-20 09:41 GMT

ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જંબુસર તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે રોડા ઉપર પાણી ફરી વળ્યા છે. જેમાં કંબોઇથી બદલપુરા જતી એસટી. બસ વેડચ અને ઉબેર ગામ વચ્ચે રોડ ઉપર ભરાયેલા પાણીમાં ફસાઇ જવા પામી હતી.

Full View

જંબુસરના કંબોઈથી બદલપુર જતી એસટી. બસ વેડચ અને ઉબેર ગામ વચ્ચે ભરાયેલા વરસાદી પાણીમાં ફસાઈ જતા બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પાણીમાં ફસાયા બાદ એસટી. બસનું એક તરફનું વ્હીલ ખાડામાં ઉતરી જતા બસ નમી પડી હતી. તો બીજી તરફ, પાણી વચ્ચે જ જીવના જોખમે મુસાફરોએ એસટી. બસમાંથી ઉતરી હેમખેમ રીતે બહાર નીકળ્યા હતા. 

જોકે, સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સહીસલામત રહ્યા હતા. બસના ચાલક દ્વારા પાણીમાં ફસાયેલ બસને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ કોઇપણ રીતે બસ બહાર નહીં નિકળતા આખરે ટ્રેક્ટરની મદદથી દોરડું બાંધી બસને ખેંચીને બહાર કાઢવાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા. જેથી બસના ચાલક અને કંડક્ટરે ડેપો મેનેજરને ઘટનાની જાણ કરી હતી.

Tags:    

Similar News