ભરૂચ: ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા ચાર સ્થળોએ કુત્રિમ કુંડનું કરાયુ નિર્માણ,જુઓ ક્યાં થઈ શકશે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન

ભરૂચ નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ વર્ષે 4 સ્થળે કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે

Update: 2022-09-06 10:16 GMT

ભરૂચ નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ વર્ષે 4 સ્થળે કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે

ગણપતિ વિસર્જનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા અને વહીવટી તંત્ર તેમજ ગણેશ મંડળો અને આયોજન તથા પોલીસ વિભાગની મળેલી બેઠકમાં ગણપતિ વિસર્જન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જળકુંડ ખાતે વિસર્જન સમયે ઘસારો ન થાય તે માટે નગરપાલિકા દ્વારા શહેરના મોદીપાર્ક નજીક 2 જળકુંડ,મકતપુર સ્થિત નર્મદા દર્શન બંગલોઝ થી નારાયણ હોસ્પિટલના પાછળ રોડ પર અને ઝાડેશ્વર વિસ્તારમાં ગાયત્રી મંદિર જવાના રોડની બાજુમાં કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કુત્રિમ તળાવમાં ઘરમાં પ્રસ્થાપિત અને પંડાલમાં પ્રસ્થાપિત ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ બેઠકમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, એ.એસ.પી.વિકાસ સુંડા,પ્રાંત અધિકારી એન.આર.ધાંધલ સહિતના અધિકારીઓ અને ગણેશ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News