ભરૂચ: રૂકમણિદેવી રૂંગટા વિદ્યાલયશાળાનો વાર્ષિક રમતોત્સવ યોજાયો,મોટી સંખ્યામાં બાળકોએ લીધો ભાગ

રૂંગટા વિદ્યા ભવન અને રૂકમણિદેવી રૂંગટા વિદ્યાલય. શાળાનો વાર્ષિક રમતોત્સવ યોજાયો

Update: 2023-12-22 11:25 GMT

સંસ્કાર ભારતી ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત રૂંગટા વિદ્યા ભવન અને રૂકમણિદેવી રૂંગટા વિદ્યાલય. શાળાનો વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો સંસ્કાર ભારતી ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત રૂંગટા વિદ્યા ભવન અને રૂકમણિદેવી રૂંગટા વિદ્યાલય. શાળાનો વાર્ષિક રમતોત્સવ ત્રણ દિવસ સુધી શાળાના મેદાનમાં યોજાયો હતો. જેમાં તા.20/12/2023 ના દિને પ્રિ-પ્રાયમરી વિભાગ, તા.21/12/2023 ના દિને ધો-1 થી 5 નો અને તા.22/12/2023 ના દિને ધો-6 થી 8 નો રમતોત્સવ યોજાયો હતો.જેમાં બાળકો અનેક વિવિધ રમતો રમ્યા હતા.વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા.આ પ્રસંગે રમતોત્સવના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી અને સિનિયર કોચ રાજનસિંહ ગોહિલ ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેઓ પણ આ શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. શાળામાં પધારીને તેઓએ બાળકો તથા શિક્ષકમિત્રોને જરૂરી પ્રોત્સાહન આપ્યું હતું. 

Tags:    

Similar News