ભરૂચ : વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલ હિંસક હુમલાનો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ નોંધાવ્યો વિરોધ...

વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલ હુમલાનો મામલો, રાજ્યભરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કરાય છે તંત્રને રજૂઆત

Update: 2022-10-10 10:37 GMT

નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ હુમલાના વિરોધમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Full View

નવસારી જિલ્લાની વાસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થતાં સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે કોંગી ધારાસભ્ય પર થયેલા હિંસક હુમલાના વિરોધમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, કોંગ્રેસના આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર નવસારીના ખેરગામ ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલાને વખોડી કાઢી નવસારી જીલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા બાદ પોલીસ દ્વારા કાર્યકરો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ તેઓ જામીન પર મુક્ત થતા તેઓને ફરી પકડી પાસા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, સમગ્ર રાજ્યમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને હેરાનગતિ થતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકરો પર થતી કાર્યવાહી અટકાવવા યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, પાલિકા વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદ અને નગરસેવક હેમેન્દ્ર કોઠિવાલા સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News