ભરૂચ: ન.પા.દ્વારા ઉત્તરાયણ પૂર્વે ભૃગુઋષિ બ્રિજ પર તાર બાંધવાની પ્રક્રિયા હાથ ધરાય

ઉત્તરાયણ પૂર્વે ભરૂચ નગર પાલિકાની કામગીરી, ભૃગુઋષિ ઓવરબ્રિજ પર તાર બાંધવામાં આવ્યા

Update: 2022-12-13 08:41 GMT

આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચના ભૃગુઋષિ ઓવરબ્રિજ પર પતંગના દોરાથી વાહનચાલકોને સુરક્ષા મળે તે હેતુથી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે તાર લગાવવામાં આવ્યા છે.

ઉત્તરાયણ આડે હવે માત્ર ગણતરી ના દિવસ બાકી છે. ત્યારે ઉત્તરાયણમા પતંગની દોરી વાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગુઋષિ બ્રિજ પર પતંગની દોરીથી દ્વિચક્રિય વાહન ચાલકોને કોઈ નુકસાન ના થાય તે માટે લોખંડના તાર પાલિકા દ્વારા લગાવાયા હતા.કલેકટર ઓફિસ માર્ગથી ઝાડેશ્વર તરફ મોટી સંખ્યામા દ્વિચક્રિય વાહન ચાલકો ભૃગુઋષિ બ્રિજ પરથી આવન જાવન કરતા હોય છે ત્યારે ઉત્તરાયણમા વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે.પતંગ સાથે દોરી પણ બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાહન ચાલકને ગળા કે માથાના ભાગે કોઈ ઇજા ન થાય તેની તકેદારીના ભાગરૂપે પાલિકા દ્વારા ઓવર બ્રિજ પર લોખંડના તાર લગાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Tags:    

Similar News