ભરૂચ : આ સ્થળે બિરાજમાન છે શહેરના નગર દેવી, જુઓ શું છે મહિમા..!

કેટલાય ભરૂચવાસીઓને ખબર નથી કે ભરૂચના પણ માતાજી છે.ભરૂચમાં પણ ભરૂચના દેવી બિરાજમાન છે જેમ મુંબઈના માતાજી મુંબાદેવી છે તેમ ભરૂચના પણ દેવી છે

Update: 2023-10-22 07:35 GMT

કેટલાય ભરૂચવાસીઓને ખબર નથી કે ભરૂચના પણ માતાજી છે.ભરૂચમાં પણ ભરૂચના દેવી બિરાજમાન છે જેમ મુંબઈના માતાજી મુંબાદેવી છે તેમ ભરૂચના પણ દેવી છે

કાશી પછી સૌથી જૂનું પ્રાચીન શહેર એટલે ભરૂચ...ભરૂચનો ઇતિહાસ પણ પ્રાચીન છે. માં જગદંબાની આરાધનાના પર્વ એવી નવલી નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે.જેમાં નવદિવસમાં નવદુર્ગાજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે નવલી નવરાત્રીના પાવન પર્વમાં ભરૂચના દેવીની પણ આરાધના કરવી પડે.જુના ભરૂચમાં બહાદુર બુરજના ટેકરા પર ભરૂચના દેવી એવા ભરૂચી માતા સ્વયંભૂ બિરાજમાન છે.જેની સ્થાનિકો નવરાત્રીમાં ઉત્સાહભેર પૂજન અર્ચન કરી ગરબા રમે છે.જુના ભરૂચમાં બહાદુર બુરજના સ્થાનિક રહેવાસી અમિત પ્રજાપતિના જણાવ્યા અનુસાર ભરૂચના દેવી ભરૂચી માતાનું મન્દિર 1600 વર્ષ જૂનું છે, એવું કહેવાયુ છે કે જુના ભરૂચનો આ અરણ્ય વિસ્તાર હતો જેમાં ખોડિયાર માતાના અને ભરૂચીમાતા બને બહેનો વિહાર કરવા નીકળ્યા હતા.ત્યારે બહાદુર બુરજના જે સ્થાન પર માતાજી બિરાજમાન છે ત્યાં પીપળાના ઝાડ નીચે બને માતાઓ વિશ્રામ કરવા બેઠા હતા, પણ સંધ્યા થતા આ સ્થળ પર જ માતાજી અંતર્ધ્યાન થઈ ગયા હતા.અને જે પીપળો હતો તે સમય 

Tags:    

Similar News