ભરૂચ : જંબુસરમાં રૂ. 18 લાખ ઉપરાંતની સ્ટ્રીટ લાઇટોના કામનું ખાતમુહૂર્ત કરાયું

જંબુસર નગરપાલિકા દ્વારા નગરના ટંકારી ભાગોળથી પિશાચેશ્વર મહાદેવ સુધી સ્ટ્રીટ લાઇટો નાખવાના કામનું ખાતમુહૂર્ત નગરપાલિકા લાઈટ સમિતિ ચેરમેન અમીષાબેન શાહના વરદ હસ્તે કરાયું હતું

Update: 2022-06-09 07:04 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા દ્વારા નગરના ટંકારી ભાગોળથી પિશાચેશ્વર મહાદેવ સુધી સ્ટ્રીટ લાઇટો નાખવાના કામનું ખાતમુહૂર્ત નગરપાલિકા લાઈટ સમિતિ ચેરમેન અમીષાબેન શાહના વરદ હસ્તે કરાયું હતું

મળતી માહિતી અનુસાર, જંબુસર નગરની જનતાની સુવિધા અર્થે વિકાસના કામોમાં જંબુસર નગરના ટંકારી ભાગોળથી પિશાચેશ્વર મહાદેવ સુધીના માર્ગ પર લાઈટોની સુવિધા અર્થે અંદાજીત અઢાર લાખ રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા સ્ટ્રીટલાઈટો નાખવામાં આવશે જે કામ આજરોજ ટંકારી ભાગોળ ખાતે ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પાલિકા ઉપપ્રમુખ દ્વારા જણાવાયું હતું કે સદર કામ એક માસમાં પૂર્ણ થશે અને નગરની જનતાને લાઇટ સુવિધાનો લાભ પ્રાપ્ત થશે સદર ખાતમુહૂર્ત બ્રાહ્મણ દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે વોર્ડ નંબર એકના સદસ્યો,તથા જીગર પટેલ, પંકજ પટેલ સહિતના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.

Tags:    

Similar News