ભરૂચ: સબજેલમાંથી ત્રણ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા, લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા

ભરૂચ જિલ્લા સબજેલમાંથી ત્રણ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવતા પરિવારજનોમાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

Update: 2024-01-04 12:01 GMT

ભરૂચ જિલ્લા સબજેલમાંથી ત્રણ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવતા પરિવારજનોમાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી ભાઇલાલ ગોપાલભાઇ વસાવા અભેસિંગ ગોપાલભાઇ વસાવા -પ્રફુલચંન્દ્ર રતીલાલ વસાવાનાઓને ૨૦ વર્ષ કરતા વધુ સમય સજા ભોગવેલ હોય તેઓની વર્તણુક સારી હોય સરકારના નક્કી કરેલ ધારાધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય સી.આર.પી.સી.ક્લમા-૪૩૩(એ) મુજબ કેદીની વહેલી જેલમુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતી તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા સજા ભોગવી રહેલ કેદીની વહેલી જેલમુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપતા સરકારે બાકીની સજા માફ કરીને વહેલી જેલમુક્તિનો આદેશ કરતા ઇ.ચા.અધિક્ષક એન.પી.રાઠોડ દ્વારા જેલ મુકત કરી સારા અને ઉજજવળ ભવિષ્યની કામના સાથે વિદાય કર્યા હતા જેના પગલે પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

Tags:    

Similar News