ભરૂચ: બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ કપડાનું વેચાણ કરતા વેપારીની ધરપકડ, રૂ.1.50 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો

ઝાડેશ્વર ચોકડી સ્થિત મધુરમ પાર્ટી પ્લોટ સામે ચાઈ સુટ્ટાવારની ઉપર ખુશી હોલમાં લીવાઇસ કંપનીના કપડાંનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે

Update: 2023-03-07 10:54 GMT

ભરૂચ એસ.ઓ.જીએ ઝાડેશ્વર ચોકડી સ્થિત મધુરમ પાર્ટી પ્લોટ સામે ચાઈ સુટ્ટાવારની ઉપર ખુશી હોલમાંથી ડુપ્લીકેટ લીવાઇસ કંપનીના કપડાં સાથે વેપારીને ૧.૫૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો

ભરૂચની ઝાડેશ્વર ચોકડી સ્થિત મધુરમ પાર્ટી પ્લોટ સામે ચાઈ સુટ્ટાવારની ઉપર ખુશી હોલમાં લીવાઇસ કંપનીના કપડાંનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે જેવી બાતમીના આધારે કંપનીના એક્ઝિક્યુટિવ મેહુલ હરિષચંદ્ર ઘોલેએ ભરૂચ એસ.ઓ.જી.ના સ્ટાફને સાથે બાતમી વાળી દુકાન ખાતે રેડ પાડી હતી પોલીસે સ્થળ પરથી બ્રાન્ડેટ કંપનીના ડુપ્લીકેટ શર્ટ-૧૦,ટી-શર્ટ ૨૦૦ અને જીન્સ ૯૦ સહીત ૫૦૦ નંગ કપડા મળી કુલ ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મઢી સુરાલીના ગાંધી નગર સોસાયટીમાં રહેતા સંચાલક વિજયસિંહ જેરામસિંહ અવધિયા સામે કોપી રાઈટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News