ભરૂચ: હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો, 900 હાજીઓ હજ યાત્રાએ જવા થશે રવાના

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2023-05-16 10:51 GMT

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લામાંથી અંદાજિત 900 હાજીઓ હજ યાત્રા જવાના છે. હજ યાત્રીઓ માટેની જરૂરી રસીકરણ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ 16 મે 2023ને મંગળવારના રોજ યોજાયો. આ રસીકરણ કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લા આરોગ્ય કેન્દ્રના મેડિકલ નર્સિંગ સ્ટાફ હાજર રહ્યો હતો. ભરૂચ જિલ્લાના હજ ફિલ્ડ ટ્રેઇનર ઈસ્તીયાક પઠાણ, અલ્તાફ ભોલા, જુબેર શેખજી, ઇનામૂલપટેલ, ઇલિયાસ શેખ, ન્યાઝુદ્દીન બાવા તેમજ ભરૂચ શહેરના નવયુવાનઓએ આ કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું. ગુજરાત રાજ્ય હજ કમિટીના સભ્ય મુસ્તુફા ખોડા તથા તેઓની ટીમે હાજર રહી આયોજનમાં મદદરૂપ થયા હતા.       

Tags:    

Similar News