ભરૂચ : ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબીલિટીમાં ઘટાડો, હિલ્સસ્ટેશન જેવો માહોલ સર્જાયો

Update: 2022-02-03 03:26 GMT

ભરૂચમાં આજરોજ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે વિઝીબલિટીમાં ઘટાડો થયો હતો. તો બીજી તરફ હિલ્સસ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.


ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. ભરૂચમાં ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝબલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ન દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. અત્રે મહત્વપૂર્ણ છે કે, મૌસમના બદલાતા મિજાજથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

Tags:    

Similar News