ભરૂચ : ઝઘડીયાના મઢી નજીક ખેતરમાંથી 9 ફુટ લાંબા અજગરનું વન્ય જીવ રક્ષકોએ કર્યું રેસક્યું

રેસક્યું કરાયેલ અજગર 9 ફુટ લાંબો હોવાનું વન્ય જીવ રક્ષકોએ જણાવ્યુ હતું. ખેતરમાંથી મહાકાય અજગર મળી આવતા લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

Update: 2022-08-01 09:36 GMT

હાલ વરસાદી ઋતુના કારણે સરીસૃપો બહાર આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના મઢી ગામ નજીક આવેલ ખેતરમાંથી 9 ફુટ લાંબા અજગરનું વન્ય જીવ રક્ષકોએ રેસક્યું કર્યું હતું. ઝઘડીયા તાલુકાના મઢી ગામ નજીક આવેલ એક ખેતરમાં અજગરે દેખા દેતા સ્થાનિકોએ વન્ય જીવ રક્ષક સુનિલ શર્મા અને દિપક માલીને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ વન્ય જીવ રક્ષકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. થોડી જહેમત બાદ અજગરનું સલામત રીતે રેસક્યું કરવામાં આવ્યું હતું.

રેસક્યું કરાયેલ અજગર 9 ફુટ લાંબો હોવાનું વન્ય જીવ રક્ષકોએ જણાવ્યુ હતું. ખેતરમાંથી મહાકાય અજગર મળી આવતા લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. જોકે, આ અજગરને ખોરાક પાણી મળી રહે તે માટે સલામત સ્થળે છોડી મુકવામાં આવશે તેમ વન્ય જીવ રક્ષકોએ જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તાર સહિતના અન્ય વિસ્તારોમાં અવારનવાર અજગર જેવા સરીસૃપ વર્ગના પ્રાણી જોવા મળી રહ્યા છે. જેથી ગ્રામજનો પણ સાવચેતી રાખે તે માટે વન્ય જીવ રક્ષકો અપીલ કરી છે.

Tags:    

Similar News