નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ

ખુશી ચુડા સમાએ 20મી કુમાર સુરેન્દ્રસિંહ મેમોરીયલ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ આઈએસએસ મેચમાં ઓલ ઇન્ડિયા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

Update: 2022-07-08 08:02 GMT

ખુશી ચુડા સમાએ 20મી કુમાર સુરેન્દ્રસિંહ મેમોરીયલ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ આઈએસએસ મેચમાં ઓલ ઇન્ડિયા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. 50 મીટર થ્રી પોઝીશન જુનિયર વુમન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે. ખુશી ચુડાસમાએ પોતાનો પર્સનલ બેસ્ટ સ્કોર 580/600 ચેઝ કરી પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો છે. ખુશી ચુડાસમા છેલ્લા ત્રણ વર્ષથી સતત તેની કેટેગરીમાં ગુજરાત સ્ટેટ ચેમ્પિયન બની છે.

Delete Edit

પારુલ યુનિવર્સિટી વડોદરા ખાતે બી ટેક કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી ખુશી ચુડાસમાને "ભરૂચ રત્ન" એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ખુશી ચુડાસમાએ જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષાએ તેમજ વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપની અલગ અલગ ઈવેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્સ મળી કુલ 30 થી વધુ મેડલ હાંસલ કરી રાજ્યનું અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ભરૂચ જિલ્લા રાયફલ ક્લબ માટે તેણી ના માતા-પિતા, કોચ મિત્તલ ગોહિલ, ભરૂચ જિલ્લા રાયફલ એસોશિયેશનના સેક્રેટરી અજય પંચાલ, પ્રેસિડેન્ટ અરુણસિંહ રાણા અને ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિએશનનો આભાર માને છે કે, ભરૂચ જિલ્લાને અત્યાધુનિક શૂટિંગ રેન્જ મળી છે.ખુશી ચુડાસમા તેના કોચ મિત્તલ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ભરૂચ શૂટિંગ રેન્જ ખાતે તૈયારી કરી રહી છે. ખુશી ચુડાસમાનું લક્ષ્ય આગામી દિવસોમાં આવનાર રાયફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લઈ ઇન્ડિયન ટીમમાં સ્થાન મેળવવાનું છે.

Tags:    

Similar News