ભરૂચના તત્કાલિન ભૂસ્તર શાસ્ત્રી કેયૂર રાજપરાને માહિતી આયોગ દ્વારા ફટકારાયો રૂ.10 હજારનો દંડ,જુઓ શું છે સમગ્ર મામલો

અરજદાર હસમુખ પરમાર દ્વારા એ સમયના ભૂસ્તર શાસ્ત્રી કેયૂર રાજપરા પાસે માહિતી આપવામાં આવી હતી પરંતુ તેઓ દ્વારા અરજદારને માહિતી પૂરી પાડવામાં આવી ન હતી

Update: 2023-05-18 13:15 GMT

ભરૂચના તત્કાલિન ભૂસ્તર શાસ્ત્રી કેયૂર રાજપરાને માહિતી આયોગ દ્વારા રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલાની વિગતો પર નજર કરીએ તો અંકલેશ્વર તાલુકાનાં નૌ ગામા ગામની સમીમમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવ્યું હતું આ બાબતે અરજદાર હસમુખ પરમાર દ્વારા એ સમયના ભૂસ્તર શાસ્ત્રી કેયૂર રાજપરા પાસે માહિતી આપવામાં આવી હતી પરંતુ તેઓ દ્વારા અરજદારને માહિતી પૂરી પાડવામાં આવી ન હતી જે બાબતે અરજદાર દ્વારા ગુજરાત જાહેર માહિતી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી

આને આ બાબતે સુનવણી હાથ ધરાય હતી સુનવણી દરમ્યાન ભૂસ્તર શાસ્ત્રી કેયૂર રાજપરા દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવમાં આવ્યું હતું કે અરજદાર દ્વારા જે માહિતી માંગવામાં આવી છે જેમાં કરાયેલ આક્ષેપો પાયા વિહોણા છે આથી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. આ જવાબ બાદ ગુજરાત જાહેર માહિતી આયોગ દ્વારા કચેરીની બેદરકારી બદલ હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી કેયૂર રાજપરાને રૂપીયા 10 હહજારનો દંડ ભરવાનો હુકમ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે

Tags:    

Similar News