ભરૂચ: વાલિયાના નલધરી નજીક કેમિકલ યુક્ત પાણી જાહેરમાં છોડાયુ, બેજવાબદાર ઉદ્યોગનું કારસ્તાન

ભરૂચના વાલિયા નજીક બેજવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિક્લયુક્ત પાણી છોડતાં નલધરી પાસે ફીણના ગોટેગોટા જોવા મળતા જી.પી.સીબીએ સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-07-13 11:14 GMT

છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદમાં બેજવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલવાળુ પાણી વરસાદી કાસમાં છોડવામાં આવે છે જેના કારણે નલધરી ગામ નજીક નીકળતું કોતરમાં સફેદ ફીણના ગોટેગોટા સહિત કેમિક્લ યુક્ત કાળુ પાણી દુર્ગંધ મારતું જોવા મળ્યું હતું.

કંપનીની દિવાલ નજીક સ્મશાનની બાજુમાં આવેલ વરસાદી કાસ અને મોટા ભૂંગળાની ટાંકીમાંથી આખું ભરાયને પાણી છોડવામાં આવી રહ્યું હતું. કેમિકલયુક્ત પાણીની જાણ જીપીસીબી અંકલેશ્વરના મુખ્ય અધિકારી વિજય રાખોલિયાને કરતા તેઓ ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઇ ચકાસણી માટે મોકલી તપાસ હાથ ધરી છે.

આ અગાઉ પણ ગ્રામજનો અને જાગૃત નાગરિકો હવા પ્રદુષણ અને પ્રદુષણ અંગે લેખિતમાં રજૂઆત કરી છે.

Tags:    

Similar News