ભરૂચના હાંસોટના ઇલાવ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

ઈલાવ પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ દાતા રિટાયર્ડ શિક્ષિકા કંચનબેન ગોવિંદભાઈ પરમારના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

Update: 2022-06-17 10:59 GMT

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાની ઈલાવ પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ દાતા રિટાયર્ડ શિક્ષિકા કંચનબેન ગોવિંદભાઈ પરમારના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાંસોટ તાલુકા કારોબારી અધ્યક્ષ જયેશ પટેલે વિશેષ હાજરી આપી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ઈલાવ કુમાર શાળાના આચાર્ય દિપકભાઈ સોલંકીએ આ ઉમદા કાર્ય કરવા બદલ કંચનબેન પરમાર અને એમના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાનો સમગ્ર શિક્ષકગણ હાજર રહ્યો હતો.

Tags:    

Similar News