ભાજપના કાર્યકરોને પ્રવેશ નિષેધ..! : ભરૂચના ઝઘડીયાના હરીપુરામાં લાગ્યા પ્રવેશબંધીના બેનરો, ક્ષત્રિય સમાજે કર્યું રૂપાલાના પૂતળાનું દહન

તાલુકાના હરીપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરી તેઓની પ્રવેશબંધીના બેનરો લગાડવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું.

Update: 2024-04-06 08:28 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરી તેઓની પ્રવેશબંધીના બેનરો લગાડવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની પ્રવેશબંધીના બેનરો લગાડવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું.

હરીપુરા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો અને સ્થાનિકો દ્વારા ભાજપના કોઈપણ કાર્યકર્તા તેમજ આગેવાનોને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય ત્યાં સુધી હરીપુરા ગામમાં પ્રવેશ નહીં કરવા અંગેના બેનરો લગાવ્યા હતા. આ સાથે જ હરીપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં ઉગ્ર નારા લાગવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Tags:    

Similar News