અંકલેશ્વર : પ્રોહિબિશનના ગુન્હામાં સંડોવાયેલ 2 ઇસમોની નવા દીવા ગામથી પોલીસે કરી ધરપકડ…

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, અને પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ બન્ને ઇસમોને ઝડપી લીધા

Update: 2024-01-10 13:42 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 ઇસમોને પોલીસે નવા દીવા ગામના શામજી ફળિયામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વરના નવા દીવા ગામના શામજી ફળિયામાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થામાં સંડોવાયેલ 2 બુટલેગરો ફળિયામાં બિન્દાસ્ત ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, અને પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ બન્ને ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News