ભરૂચમાં ગાઢ વાદળો વચ્ચે વરસાદનું આગમન,વાતાવરણમાં ઠંડકનો અનુભવ

ભરૂચ જિલ્લાભરમાં વરસાદી માહોલ ધીમી ગતિએ જામતો હોય તેમ બે દિવસથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અને ગામોમાં સિઝનના પ્રથમ વરસાદની હરખની હેલીનો અનુભવ થયો

Update: 2022-06-16 04:00 GMT

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાભરમાં વરસાદી માહોલ ધીમી ગતિએ જામતો હોય તેમ બે દિવસથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અને ગામોમાં સિઝનના પ્રથમ વરસાદની હરખની હેલીનો અનુભવ થયો હતો તો બીજી તરફ ખેડૂતો તેમના ખેતરમાં સાફ સફાઈ કરી નવી સીઝનમા જોતરાઇ ગયા છે .

આ વર્ષે હવામાનના વિભાગ દ્વારા ચારેય મહિના વરસાદ હોવાની માહિતી આપતાની સાથે જ ધરતીપુત્રોમાં આશાનું કિરણ ઉઠયું છે હવે એક વરસાદ સારો પડશે ત્યારે ખેડૂતો તેમના ખેતરમાં પાકોની વાવણી ની શરૂઆત કરવા તત્પર બન્યા છે અને હવામાનની આગાહી સાચી પડે અને જિલ્લાભરમાં સારો વરસાદ થાય તે આશા સેવી રહ્યા છે.

Tags:    

Similar News