અંક્લેશ્વર ઉદ્યોગ મંડળના વિવિધ વિકાસના કામો થયા મંજૂર, માંગ પૂર્ણ થતાં AIA દ્વારા ખુશી વ્યક્ત કરાય...

એશિયાની સૌથી મોટી ઔધોગિક વસાહત એવી ભરૂચ જિલ્લાની અંક્લેશ્વર GIDCમાં હજારો ઉદ્યોગો ધમધમે છે.

Update: 2024-04-07 12:18 GMT

એશિયાની સૌથી મોટી ઔધોગિક વસાહત એવી ભરૂચ જિલ્લાની અંક્લેશ્વર GIDCમાં હજારો ઉદ્યોગો ધમધમે છે. જેમાં લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ અહી રોડ-રસ્તા સહિત અનેકવિધ સમસ્યાઓ પણ રહી છે. જે અંગે અંક્લેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સમયાંતરે રજૂઆતો કરવામાં આવતી રહે છે, ત્યારે હાલમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ, રસ્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે જગ્યા ફાળવણી કરવી સહિતની માંગ પૂર્ણ થતા અંક્લેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

જેમાં અંક્લેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરીએ તે અંગેની તમામ માહિતી આપી ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર પત્રકાર પરિષદમાં અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News