ભાવનગર: ઉત્તરાયણ પર કોરોનાની જાગૃતિ માટે પતંગ રસિયાઓએ અપનાવ્યો અનોખો અભિગમ,જુઓ શું છે ખાસ !

Update: 2021-01-14 10:21 GMT

કોરોનના કહેર વચ્ચે આજે ઉત્તરાયણનું પર્વ ઉજવાયું હતું ત્યારે ભાવનગરવાસીઓએ ઉત્સવમાં અવેરનેસ લાવવા માટે કોરોના ગાઈડ લાઇનના પાલનના સૂત્રો લખી પતંગ ચગાવ્યા હતા અને લોકોમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો

કોરોના મહામારી વચ્ચે આજે આકાશી યુધ્ધનું પર્વ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભાવનગરવાસીઓએ આ પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.ભાવનગરમાં આજે સવારથી જ લોકો મકાનના ધાબે જોવા મળ્યા હતા અને રંગબેરંગી પતંગ ચગાવ્યા હતા પરંતુ ઉત્સવની ઉજવણીમાં લોકોમાં જાગૃતિ આવે એ માટે પણ લોકો પ્રયત્નશીલ જોવા મળ્યા હતા. પતંગ રસિકોએ પતંગ પર કોરોનાની ગાઈડ લાઇનના સૂત્રો લખી તેમજ ચિન્હો દોરી પતંગ ચગાવ્યા હતા અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.સરકારે પણ ઉત્તરાયણની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી ત્યારે લોકોમાં પણ જાગૃતતા જોવા મળી હતી

Tags:    

Similar News