ભુજ: ચોકલેટમાંથી અવનવી પ્રતિકૃતિ બનાવી યુવતીએ 47 દેશના 2400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે મેળવ્યો પ્રથમ ક્રમાંક

Update: 2021-03-24 06:52 GMT

ભુજની યુવતી ચોકલેટમાંથી અવનવી પ્રતિકૃતિ બનાવી 47 દેશના 2400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. યુવતીએ તૈયાર કરેલું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આબેહૂબ ચોકલેટ સ્ટેચ્યુ બન્યું આકર્ષણનું કેન્દ્ર.

કોરોનાકાળના લોકડાઉન દરમ્યાન ઓનલાઇન સ્પર્ધાથી લઇ શિક્ષણ સહિતના અનેક વિષયોમાં અનેક લોકોએ કઇક નવુ શિખવા સાથે સિધ્ધીઓ મેળવી છે. ત્યારે આવીજ એક કળામા નિપુણતા મેળવી ભુજની યુવતીએ ન માત્ર કચ્છનુ ગૌરવ વધાર્યુ છે, પરંતુ ઓનલાઇન શિક્ષણ દ્રારા પણ કંઈક નવુ શીખી શકાય તે સાબિત કરી બતાવ્યુ છે. ચોકલેટમાંથી ગણપતી ભગવાનની કૃતિ તૈયાર કર્યા બાદ યુવતીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃતિ તૈયાર કરી સૌનુ ધ્યાન ખેંચ્યું છે.

ચોકલેટ આર્ટીસ્ટ તરીકે પ્રખ્યાત એવા ફ્લોરીડા સ્થિત પોલ જોઅકીમ અને મુંબઈ સ્થિત રીતુ રાઠોડ દ્વારા લોકડાઉનના સમયગાળા દરમ્યાન ૪૭ દેશના કુલ ૨૪૦૦ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ચોકલેટ મુર્તી બનાવવાની ઓનલાઇન સ્પર્ધા રાખવામા આવી હતી. જેમા ભુજના રહેવાસી હરસીધ્ધીબા જયદીપસિહ રાણાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. હરસીધ્ધીબાએ સ્પર્ધામાં પોતે બનાવેલ ક્લે વર્કની ભગવાન શ્રી ગણેશની મૂર્તિ રજુ કરી હતી. ૨૪૦૦ પ્રતીસ્પર્ધીઓ વચ્ચે કચ્છની દીકરીની પ્રથમ પસંદગી થઈ હતી.

આ સ્પર્ધાના ઇનામ સ્વરૂપે ફ્લોરીડા સ્થિત ચોકલેટ આર્ટીસ્ટ દ્વારા ફ્રી સેસન અપાયા હતા. સેસનમા પોલ દ્વારા ચોકલેટનો ઉપયોગ કરી કઇ રીતે મુર્તી બનાવવી તે શિખવાડવામાં આવ્યુ હતું તથા હરસીધ્ધીબાએ પોતાની 5 વર્ષિય દીકરીની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરીને ચોકલેટ આર્ટીસ્ટોને પણ આશ્ચર્યમા મુક્યા હતા. હરસીધ્ધીબાએ આ પછી ફક્ત 7 દીવસમા જ દેશના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું ચોકોલેટની મદદથી ખુબજ સુંદર સ્ટેચ્યું તૈયાર કર્યુ છે જેને આકર્ષણ જમાવ્યું છે.

Similar News