બીજી મા સિનેમા ઋષિ દવે : ઢંગધડા વગરની કરમુકત ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના સંવાદો પર એક નજર

અક્ષયકુમાર એકેય એંગલથી પૃથ્વીરાજ લાગતો નથી. મીસ વર્લ્ડ ૨૦૧૭ માનુસી છિલ્લર સંયુકતાની પ્રતિભાને ખંડિત કરે છે.

Update: 2022-06-10 10:50 GMT

ફિલ્મના સંવાદો પર એક નજર :

- શોર્ય કા સૂર્ય હૈ પૃથ્વીરાજ બાકી સબ જુગનુ હૈ,

- હમલે કરને વાલા આહટ કરે,

- મેરે સ્વામી શબ્દ પર શસ્ત્ર ઉઠાયેંગે.

- કલકા સૂર્યાસ્ત મેરા યા તો તુમ્હારે વીરોં કા અંતિમ હોગા.

- હિમ્મત હૈ તો જાન લે યા જાન દે.

- મેરી આંખોમેં અબ ભી શરમ ઔર સરચાઈ બાકી હૈ.

- એક ભીષ્મ, એક ભીમ, એક અર્જુન, એક હી પૃથ્વી.

- વીરો કે બલિદાન પર માતમ નહી ઉત્સવ હોગા.

- જો હમારે લીયે પથ્થર હૈ વો ઉનકે લીયે ખુદા હૈ.

- ધર્મ સ્ત્રીને નિભાયા હૈ પુરૂષોને તોડા હૈ,

- હર ઔરત ન્યાય કે લિયે રાનીજી કો મીલ શકતી હૈ,

- સ્ત્રી કે બીના દેવતા ભી આહૂતિ સ્વીકાર નહીં કરતે,

- જો હમારે લિયે મીટ્ટી હૈ ઉનકે લીયે માદરે વતન હૈ.

- આપકી ઈર્ષા ઔર પ્રતિશોધ મેં હમને બેટી ખોઈ,અબ ન કભી દિલ્હી આપકી હોગી.

- પૃથ્વીરાજ જૈસા હીરા ફિર મેરે હાથ મેં કભી નહિ આયેગા,

- તું સિપાઈ નહીં કાતિલ હૈ,

- ના રહેંગે સપને, ના રહેંગી વો આંખે,

- ઉસે જબ તક જિંદા રખો તબ તક યે મૌત કી ભીખ નહિ માગેગા.

- વો પ્રેમ નહિ મૃગજળ થા,

- ધર્મ કે લીયે એક ચૌહાણ મર જાયેગા.

- રાજ દરબાર મેં છોરીઓ કા ક્યા કામ.

- જહાં સ્ત્રીઓ કા સન્માન નહિ હોતા વહા દેવતા ભી નહિ રહેગા,

- તો કયા દિલ્હી પર ઔરત્ત રાજ કરેગી.

- યોદ્ધા બન ગઈ મૈં(ગીત).

સમ્રાટ પૃથ્વીરાજ ઐતિહાસિક ફિલ્મ હશે જ એવું માની જોવા જશો તો પસ્તાશો. ઢંગધડા વગરની કરમુક્ત ફિલ્મ એટલે સમ્રાટ પૃથ્વીરાજ. મલ્ટીસ્ટાર કલાકારોને ભેગા કરી દિગ્દર્શક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ હર હર મહાદેવ, જય ભવાની, ત્રંબકમ યજા મહે, કેસરી ધજા અને સાફાની ઈજજત દાવ પર લગાવી, ભયંકર ત્રાસ ગુજાર્યો છે. અક્ષયકુમાર એકેય એંગલથી પૃથ્વીરાજ લાગતો નથી. મીસ વર્લ્ડ ૨૦૧૭ માનુસી છિલ્લર સંયુકતાની પ્રતિભાને ખંડિત કરે છે. સોનુ સુદ પૃથ્વીરાજની સરખામણી કૃષ્ણ, ભીમ, અર્જુન અને કંઈ કેટલાય દેવતાઈ પાત્રો સાથે કવિતા લલકારી કરે ત્યારે ઇતિહાસને ડીટરજન્ટમાં બોળી,નિચોવી, ખીંટી પર લટકાવેલા રંગબેરંગી વસ્ત્રો જેવું લાગે છે. યુધ્ધના દ્રશ્યોમાં વ્યવસ્થિત ઊભેલી સેના બીજા કે ત્રીજા દ્રશ્યમાં કોણ કોની સામે યુધ્ધ ખેલી રહી છે એ નક્કી થઈ શકતું નથી, માત્ર બૂમબરાડા કરવાથી યુધ્ધના દ્રશ્યો અસરકાર બનતા નથી.

શંકર એહસાન લોયનું સંગીત નર્યો ત્રાસ. એક જ ટ્રેક વારંવાર રીપીટ થઈ લમણે ઝીકાય. ફિલ્મમાં વારંવાર વીરતાના બ્યૂગલ ફૂકે, બીજી ક્ષણે પ્રેમાલાપનો લવારો તો વળી ત્રીજી ક્ષણે કોમેડી ઘુસાડી સમ્રાટ પૃથ્વીરાજની કલ્પનાને ચકનાચૂર કરી નાંખે છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં કરમુકત કરી એટલે ગુજરાતે કરમુકત કરીને, મતનું રાજકારણ રમીને, વ્હાલા દવલાની સટ્ટાખોરી રમીને કરમુકત પૃથ્વીરાજ જોઈને સત્તાધારી પક્ષને કોઈ મત આપશે કે, દેશપ્રેમી બનીને સત્તાધારી પક્ષને કોઈ મત આપશે એવા મૂર્ખા ગુજરાતીઓ કોઈ કાળે નથી. 

Tags:    

Similar News