બ્રિટન PM બોરિસ જોન્સનને હોસ્પિટલમાં દાખલ કરાયા

Update: 2020-04-06 11:22 GMT

કોરોના સંક્રમિત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને રવિવારે મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનને કોરોનો થયો છે. બે સપ્તાહ પહેલાં પીએમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય જોન્સનની મંગેતર કેરીને પણ કોરોના હોવાનું નિદાન થયું હતું. જેમને આઈસોલેશન વોર્ડમાં દાખલ કારાયા હતાં.

રવિવારે ફરીવાર બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને લીધે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બોરિસ જોન્સને પણ જાણકારી આપી હતી કે, હું હજુ સેલ્ફ આઈસોલેશનમાં રહી રહ્યો હતો, પરતુ રવિવારે હું હોસ્પિટલમાં દાખલ થયો છું.

આ સિવાય ક્વીન એલિઝાબેથે દેશને વિશ્વાસ અપાવ્યો છે કે, મુશ્કેલીઓ પછી સારો સમય આવશે. બ્રિટનની મહારાણી એલિઝાબેથે રવિવારે રાતે દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણે બધા એક થઈને આ મહામારી પર કાબૂ મેળવી લઈશું. મે અગાઉ પણ કહ્યું હતું. બીજી વખત કહી રહી છું. એકતામાં શક્તિ છે. દેશ આ ખરાબ સમયમાંથી પણ બહાર આવી જશે. ભવિષ્યમાં લોકો એ વાત પર ગર્વ કરશે કે, આપણે કઈ રીતે આ મહામારી પર ગર્વ કર્યો. તમે ભરોસો રાખો આપણો સારો સમય આવશે. આપણે ફરીથી આપણા પરિવારના સભ્યો સાથે હોઈશું.

Similar News