અદાણી ગ્રુપ: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં $4.3 બિલિયનનો વધારો, કંપનીઓના શેર વધ્યા

બુધવારે અદાણી જૂથની મોટાભાગની કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ લગભગ 20% વધ્યો.

Update: 2023-02-09 04:34 GMT

બુધવારે અદાણી જૂથની મોટાભાગની કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ લગભગ 20% વધ્યો. કુલ સાત કંપનીઓના શેર મજબૂત બંધ રહ્યા હતા. આ સાથે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ $4.3 બિલિયન વધીને $64.9 બિલિયન પર પહોંચી ગઈ છે. અમીરોની યાદીમાં તે 17મા સ્થાને છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ગ્રૂપ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશનમાં આશરે રૂ. 70,000 કરોડનું નુકસાન થયું છે.

અદાણી જૂથમાં સૌથી મોટા વિદેશી રોકાણકારો પૈકીના એક ફ્રાન્સની ટોટલ એનર્જીએ જણાવ્યું હતું કે તેણે તેના 50 અબજ ડોલરના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં જૂથ સાથેની ભાગીદારી હાલ માટે સ્થગિત કરી દીધી છે. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જૂથ પર છેતરપિંડીનો આરોપ મૂક્યા પછી ટોટલ એનર્જીનું પગલું આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી વિલ્મરનો કોન્સોલિડેટેડ નફો 16 ટકા વધીને રૂ. 246.16 કરોડ થયો છે. કુલ આવક રૂ. 14,398.08 કરોડથી વધીને રૂ. 15,515 કરોડ થઈ છે.

Tags:    

Similar News