બે દિવસના ઘટાડા બાદ શેર બજાર મજબૂતી તરફ,જાણો કેટલા પોઈન્ટ પર પહોચ્યો સેન્સેક્સ

સતત બે દિવસના ઘટાડા બાદ આજે ભારતીય શેર બજારમાં મજબૂતી જોવા મળી રહી છે. ગ્લોબલ બજારમાં સુસ્તી હોવા છતા ભારતીય બજારમાં સારી શરૂઆત થઈ છે.

Update: 2022-07-13 05:58 GMT

સતત બે દિવસના ઘટાડા બાદ આજે ભારતીય શેર બજારમાં મજબૂતી જોવા મળી રહી છે. ગ્લોબલ બજારમાં સુસ્તી હોવા છતા ભારતીય બજારમાં સારી શરૂઆત થઈ છે. સેન્સેક્સ 200 પોઈન્ટ પર ખુલ્યો છે. ત્યારે નિફ્ટી પણ 16,100 ના લેવલને પાર કરી ગયો છે.

બુધવારના શરૂઆતી કારોબારમાં કંસાઈ નેરોલેકમાં 3 ટકા જ્યારે અદાણી પાવર શેરમાં 2 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસની નબળાઈ બાદ ભારતીય બજારના તમામ ઇન્ડેક્સ બુધવારે લીલા નિશાન સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 219.76 પોઈન્ટની તેજી સાથે 54,106.37 ના લેવલ પર ખુલ્યો છે.જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 61.10 (0.38 ટકા)ની તેજી સાથે 16,119.40 ના લેવલ પર ખુલ્યો છે. આજના કારોબારી સેશનમાં 1241 શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. ત્યારે 329 શેરમાં વેચાણ જોવા મળી રહ્યું છે. 92 શેરના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે.આમ આજે મજબૂતી જોવા મળતા રોકાણકારો પણ ફાયદો જોઈ રહયા છે તો બીજીબાજુ ગ્લોબલ માર્કેટ પણ મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે 

Tags:    

Similar News