વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયો વધારો, વાંચો પેટ્રોલ ડીઝલના ભાવ પર શું થઈ અસર

વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળો આવ્યો

Update: 2022-11-05 03:54 GMT

વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. શનિવારે બ્રેન્ટ ક્રૂડ 3.90 ડોલર (4.12 ટકા) મોંઘુ થઈને 98.57 ડોલર પ્રતિ બેરલ અને WTI 4.44 ડોલર (5.04 ટકા) વધીને 85.05 ડોલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું છે. દેશમાં સરકારી ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. જોકે, અહીં કિંમતોમાં કોઈ મોટો ફેરફાર જોવા મળી રહ્યો નથી.છત્તીસગઢમાં પેટ્રોલ 0.50 રૂપિયા મોંઘુ થઈને 103.58 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. જ્યારે ડીઝલ 0.49 રૂપિયાના વધારા સાથે 96.55 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

હિમાચલ પ્રદેશમાં પેટ્રોલ 0.59 રૂપિયા વધીને 95.65 રૂપિયા અને ડીઝલ 0.50 રૂપિયા વધીને 81.91 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે. અહીં પેટ્રોલ 0.49 રૂપિયા ઘટીને 96.40 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 0.48 રૂપિયા ઘટીને 86.76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ ભાવમાં થોડો ઘટાડો થયો છે. દેશના 4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે અને નવા દર જારી કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલું મોંઘું પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.

Tags:    

Similar News